PRAVIN KALAL – FATEPURA
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરાથી પાટવેલ વાળા રસ્તે રાજસ્થાન જતા રોડ ઉપર પીપલારામાં બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે કરોડોના ખર્ચે બનતો આ બ્રિજ માથા ભારે કોન્ટ્રાક્ટર દ્વારા બને છે તેવું લોકોનું કહેવું છે તેની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે છતાં તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી આજુબાજુ ગ્રામ્ય જનતા ગરીબોને અવરજવર તથા રેગડીવાળાઓ એક ટંક કમાઇને ખાતા પરિવાર માટે જાણે દરિયાકાંઠે રહેતા હોય તેવું લાગી રહ્યું છે વ્હીકલો માટે ડાયવર્ઝનનો પણ મોટો પ્રૉબ્લેમ છે. છેક ૬ (છ) કિલોમીટર સુધીથી વધુ રન કાપીને જવું પડે છે અને તે પણ સીંગલપટ્ટી છે અને રોડ સાઇડોમાં ભારી વ્હીકલ નીકળતા ફસાઈ જાય તે હાલતમાં છે સામસામે વ્હીકલ આવી જતાં પણ ભારે તકલીફ સહન કરી કાઢવા પડે છે અને તેના લીધે બીજા આજુબાજુના રોડનો વિકાસ પણ અટકી રહ્યો છે ફતેપુરા ગ્રામજનોની સ્મશાનયાત્રામાં પુલના નીચેનો રોડ પણ બનાવવામાં આવેલ નથી જેથી સ્મશાનયાત્રામાં લઈ જવામાં પણ મુશ્કેલી સહન કરવી પડે છે સમય મર્યાદા પુરી થઇ જવા છતાં સામાન્ય જનતા અને અધિકારીઓની ના સુનાવણી કરનાર કોન્ટ્રાક્ટરોના સામે કોઈ તપાસ કરી એકશન લેવાશે ખરું? તેવી લોકો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.