દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી સભા ડૉ.અશ્વિનભાઇ પારગીના ધરે યોજાવા પામી હતી. કારોબારી સભામાં દાહોદ જીલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ આમલીયાર, મંડલ પ્રમુખ ડૉ અશ્વિન ભાઇ પારગી, પ્રફુલ્લભાઈ ડામોર, નાથુભાઈ ડીડોર, ચંતુરભાઇ પાંડોર, ડીરેક્ટર રીતેશભાઇ પટેલ, પંકજભાઇ પંચાલ, રમેશભાઈ કટાર, દીલોપભાઇ પ્રજાપતિ, ભરતભાઈ પારગી, ભાવેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો મહિલા મોર્ચાની બહેનો હાજર રહી હતી.
કારોબારી સભાની શરુઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. મીટીંગમાં આવનાર સમયમાં યોજાનાર લોકસભાની ચુંટણીને લઇને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ હતુ. સરકારની વિકાસ ગાથા અને કરેલ કામોને લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને કહેવામાં આવ્યું હતું. આ કારોબારી સભામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા. કદમ સે કદમ મિલાવી આવનાર લોકસભામાં જંગી બહુમતીથી ભાજપ ના હોદ્દેદારને વિજયી બનાવવા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પુનઃ દેશના વડાપ્રધાન બનાવવા હાકલ કરવામાં આવી હતી.