ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ધાર્મિક કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે નિષ્કલંક ભગવાન મંદિરે કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસના છેલ્લા દિવસ શનિવાર અને અમાવસ્યાના પવિત્ર દિવસે યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા
સૌ પ્રથમ નિષ્કલંક ભગવાનની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કાવડયાત્રીઓને પ્રસ્થાન કરાવાયું હતું.
કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોર્ચાના ઉપાધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી, આગેવાન મુકેશભાઈ પારગી, ચતુરભાઈ પાંડોર સહિત મોટી સંખ્યામાં ભક્તજનો અને કાવડયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે શનિ અમાવસ્યા, શ્રાવણના અંતિમ દિન અને પિતૃપક્ષના પ્રથમ દિવસે તાલુકાના સંતો દ્વારા કાવડ યાત્રાનો ધર્મલાભ મળ્યો. ખૂબ આનંદ સાથે સંતો, મહાદેવ અને પિતૃઓની સેવા પૂજા આશિષ મળ્યા હતા.
શિસ્તબદ્ધ રીતે કોઈ પણ જીવ કે માનવને કોઈ પણ જાતની અગવડ ના સર્જાય તે રીતે સંપૂર્ણ અનુશાસનમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો.