ફતેપુરામાં શાકભાજીનો વેપાર કરવા આવતા આદિવાસીઓ અને વેપારી પાસે બજાર ફીના નામે આડેધડ ફી લેવાતા ભીલ પ્રદેશ વેપારી એસોસિયેશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આદિવાસી સમાજના લોકો શાકભાજીના ટોપલાઓ લઈ બજારમાં વેપાર કરવા આવે છે તેમની પાસે બજાર ફી ના નામે આડેધડ રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદના આધારે ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા સ્થાનિક થી લઇ ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી. ફતેપુરા નગરમાં આજુબાજુના ગામડાઓ માંથી આદિવાસી ભાઈ બહેનો પોતાના ખેતર, વાડીમાંથી લીલા શાકભાજી તેમજ ફળફળાદી લઈને વેપાર કરવા અર્થે ફતેપુરા નગરમાં ટોપલાઓમા લઈને આવતા હોય છે, જેમાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા બજાર ફી નો ઇજારો આપવામાં આવે છે. આ બજાર ફી ઉઘરાવતા વ્યક્તિ દ્વારા બજાર ફિના નામે ગરીબ આદિવાસી ભાઈ બહેનો પાસેથી આડેધડ રૂપિયા ઉઘરાવી લૂંટી રહ્યા હોવાની અને જે રસીદ આપે છે તેમાં રકમના ખાનામાં ખાલી ગોળ મીંડા કરી દે છે અને ગામડાની ગોળી આદિવાસી પ્રજાને ઠગી ઉઘરાણી કરવામાં આવે છે આ બાબતની જાણ ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન ને થતા ભીલ પ્રદેશ વેપારી એસોસિયેશન દ્વારા આ બાબતે ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે. અને તેમના દ્વારા આ રીતે જે શોષણ થાય છે તેના વિરુદ્ધ ફતેપુરા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકો અનુસૂચિત જાતિ વિસ્તાર ધરાવતો તાલુકો છે. આદિવાસી પાસે એના ધંધા રોજગાર માટે ફી લેવો એ સંપૂર્ણ ગેરબંધારણીય છે. પોતાના એરિયામાં આદિવાસી પોતાની રીતે ધંધા રોજગાર કરવા માટે કોઈ રોકટોક વગર સ્વતંત્ર રીતે એરિયાના બંધારણીય રક્ષણ હોય આ વિસ્તારમાં ગેર બંધારણીય કામ ન થાય એ માટે આપણી જવાબદારી છે. તો ફતેપુરા બજાર જ નહીં પણ આપના તાબામાં આવતા એરિયાના આદિવાસી પાસે ધંધા રોજગાર માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે તેવો હુકમ કરવામાં આવે તે બાબતનું આવેદનપત્ર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું.