PRAVIN KALAL FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયાં ગામની શ્રેયશ હાઈસ્કૂલમાં શાળાના શિક્ષકો, તરફથી શાળાના બાળકો માટે તિથિ ભોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસની ઉજવણી રૂપે શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાર્મિક વૃત્તિઓને આવરી વિદ્યાર્થીઓને હાસ્ય વિનોદ કરી સમઝણો આપી તેના દ્વારા ખુશીનો માહોલ સર્જાયો હતો અને સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો શાંતિ પૂર્વક ભાગ લીધો હતો. (અંદાજિત નવસોની સંખ્યામાં) તેમજ શાળા સંચાલક મંડળના તમામ હોદ્દેદારોએ પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ બાબતે વાલીવર્ગ તેમજ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.