

PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં નોટબંધીની લિમિટ પણ પુરી થઈ ગઈ છતાં ફતેપુરા બેંક ઓફ બરોડાના ATM સેન્ટરમાં કાયમી બંધના જ બોર્ડ લટકે છે આ માટે અનેક વાર લેખિત – મૌખિક રજૂઆત કરવા છતાં બેંકના કોઈ જવાબદાર અધિકારી કેમ રસ લેતા નથી? અને તેઓ કહે છે કે બેલેન્સ નથી અને જો બેલેન્સ નાખવામાં આવે તો માત્ર કલ્લાક કે બે કલ્લાકમા જ બેલેન્સ પૂરું થઈ જાય છે એવું કેમ? ગ્રામજનોને, નોકરિયાત વર્ગ કે વેપારીઓને આ માટે ઘણીજ તકલીફો સહન કરવાનો વારો આવ્યો છે, હેરાન પરેશાન થયેલા દરેક લોકો દ્વારા લોક ચર્ચાઓ સાંભળવા મળે છે કે ખરેખર આ એ.ટી.એમ. શોભાના ગાંઠિયા જેમ જ છે. થોડી રાહ જોઈએ ના હોયતો આ એ.ટી.એમ.ને ગ્રામજનો દ્વારા તાળા મારવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે. સરકારના કાયદાને પણ ઘોળીને પી જનારા અધિકારીઓ દ્વારા ગરીબોની વ્યથા કેમ સાંભળવામાં નથી આવતી? તેનો જવાબ બેંક ઓફ બરોડાના મેનેજર કે કોઈપણ ઉપરી અધિકારી જો નહિ આપે તો બેંક ઓફ બરોડાના ATM સેન્ટરને લોકો દ્વારા તાળા મારી દેવામાં આવશે એવી લોકચર્ચા સાંભળવામાં આવે છે.