દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મને મત કેમ આપ્યા નથી તેમ કહી ગીર ગાયના માથાના ભાગે કુહાડી મારી મારી નાખી હતી. ભીચોર ગામના આરોપી ઉદાભાઈ ધીરાભાઈ પારગી, કોદરભાઈ ધીરાભાઈ પારગી, કાળુભાઈ હીરાભાઈ પારગી, દિનેશભાઈ ધીરાભાઈ પારગી ભીચોરનાઓએ તેરસીંગભાઈ રૂપા પારગીના ઘરે જઈ બહાર આવ, અમો આવી ગયા છે તેમ કહી ગાળો બોલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તે અને તારા પરિવારે અમોને મત આપેલ નથી તેમ કહી અદાવતમાં ઘર આગળ બાંધેલ ઢોરો માંથી એક ગાય છોડી દીધેલ અને આ ગાય તેરસીંગ રૂપા પારગીની છે તેમ કહી તેને માથાના ભાગે કુહાડીની મૂંદર એકવાર મારતા તે મરણ ન જતા બીજી વાર મારી ગાયને માથાના ભાગે મારતા જમીન પર ઢળી પડી હતી. ગાય મારી જતા તેરસિંગ રૂપા પારગીએ પોલીસ ફરિયાદ કરતા જણાવેલ કે ઘરમાં માણસો ન મળતા અમોએ ગાયને મારી નાખી છે તેમ કહેતા હતા અને અમારી ગાયની કિંમત આશરે દસ હજારની છે આથી આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધાતા પોલીસ આગળની કાર્યવાહી કરી તપાસ ચલાવી રહી છે.