ભૂગર્ભ ગટર યોજના ફેલ જતા ગટરના ગંદા પાણી રસ્તા ઉપર
પાણીના ખાબોચિયા ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેથી મચ્છરજન્ય રોગનો ભય.
ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા રસ્તા પર ગટરનો ગંદુ પાણી આવી જતા ઠેરઠેર જગ્યાએ ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે ગંદા પાણીના લીધે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ફતેપુરા ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતા સમગ્ર વહીવટ વહીવટદારના શિરે મૂકવામાં આવ્યો છે, ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ફતેપુરા મેન બજાર, પાછલો પ્લોટ, પોલીસ સ્ટેશન રોડ બેંક ઓફ બરોડા તેમજ સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ ફતેપુરા નગરના ગટરના ગંદા પાણીના યોગ્ય નિકાલ ન હોવાથી ભુગર્ભ ગટર યોજના ફેલ જવાના કારણે રસ્તા પર ગટરના ગંદા પાણી ના ખાબોચિયાં ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બેંકમાં લેવડ દેવડ કરવા માટે આવતા ગ્રાહકો તેમજ પોલીસ સ્ટેશનમાં કામકાજ અર્થે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારી યોજનાઓ તેમજ ગામની જરૂરિયાત હોય ત્યાં સરકારી રૂપિયા નિયમ બંધ ખર્ચાય તે યોગ્ય જણાઇ રહ્યું છે ત્યારે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલી બની ગઈ છે રસ્તા પરથી અવર જવર કરતા લોકોને વાહનના અવર જવરના કારણે ગંદા પાણીના છાંટાઓ ઉડી રહ્યા છે લોકો પગ ક્યાં માથા પર મૂકીને જાય ? રોડની સાઈડમાં ચાલવા છતાં આવા પ્રોબ્લેમ થાય છે, તો ગાડીઓના અવર જવરના કારણે કાદવ કાદવ થઈ જવા પામેલ છે. જેના કારણે આજુબાજુ રહેતા લોકોને મચ્છર જન્ય રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ રસ્તા પરથી મોટા ભાગના લોકો, અધિકારીઓ અવરજવર કરતા હોય છે ત્યારે આ અધિકારીઓને ગંદકી જોવાતી ન હશે ? કે પછી આંખ આડે કાન કરતા હશે ઘોર નિંદ્રા માંથી આ અધિકારીઓને કોણ જગાડશે. તેઓ વેધક સવાલ એ વિસ્તારના લોકોના મનમાં સતાવી રહ્યો છે. ફતેપુરાના વર્ષો થી ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા કાયમ વરસાદી માહોલમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે તે ક્યાં સુધી આવું ને આવું રહેશે ? સત્વરે આ વરસાદી પાણીનો તથા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરીને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે.