દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના રુપાખેડા ખાતે આજરોજ સંતરામપુર ડેપોની એસ.ટી.બસ ફતેપુરા થી સંતરામપુર જતા રુપાખેડા પ્રાથમીક શાળાની નજીક અચાનક એન્જીન મા થી ધુમાડો નીકળતો હોવાનુ ચાલક ના ધ્યાન પર આવતા બસ ને રસ્તા પર જ થોભાવી બસમા સવાર કુલ 24 મુસાફરો સહિત ડ્રાઈવર કંડકટર નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ ધીમે ધીમે બસ પાછળ ગબડી હતી અને બાજુ ની ગટરમા ઉતરી ગઇ હતી. આગ વધતા ઝાલોદ ફાયરબ્રિગેડ ને જાણ કરતા 2 ફાયર ફાયટર દ્રારા આગ કાબુમા લેવામા આવે ત્યા સુધી આખી બસ બળીને ખાખ થઈ જવા પામી હતી. આમ ચાલક ની સમયસુચકતા ને લીધે કોઈ જાનહાનિ કે ઈજા થવા નહોતી પામી.
જ્યારે બીજી ઘટ્ના મા ઝાલોદ થી ભરુચ જતી એક્સપ્રેસ બસ મા ધાણીખુંટ ગામ પાસે ચાલુ બસ મા એંજીન મા અચનક આગ લાગતા ડ્રાઇવરે બસ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ બસ ન રોકાતા બાજુ મા પડેલા લાઇટ ના થાંભલા સાથે અથડાવીને બસ થોભાવી બસ મા સવાર કુલ 2૦ મુસાફરો નીચે ઉતારી લેવામા આવ્યા હતા દરમિયાન રુપાખેડા ખાતે બસ મા આગ ઓલવવા જઈ રહેલ ઝાલોદ ફાયરબ્રિગેડ નુ ફાયર ફાઈટર ત્યા પહોચી જતા લાગેલ આગ બુજાવી રુપાખેડા જવા રવાના થઈ ગયુ હતુ. આમ બન્ને બસો ના કુલ ૪૪ મુસાફરો નો બચાવ થયો.