દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુલહ્યા મથક ફતેપુરામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે લીમડા હનુમાન મંદિર ખાતે ભાજપ પ્રમુખ શંકરભાઇ આંમલીયાર અને બીજેપીના કાર્યકરો દ્વારા આરતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વધુમાં ફતેપુરાના લીમડા હનુમાનજી મંદિરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવનાર ૭૦ માં જન્મદિવસ નિમિત્તે દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર દ્વારા હનુમાનજી ની આરતી ઉતારી મંદિર પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પશ્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ, ડૉ.અશ્વિનભાઇ પારગી, ચુનીલાલ ચરપોટ, ભાવેશભાઇ પટેલ, દિલીપભાઇ પ્રજાપતિ, ફતેપુરાના સરપંચ કચરુભાઇ પ્રજાપતિ, ડેપ્યુટી સરપંચ મનોજભાઇ કલાલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મંદિરના પરિસરમાં ૭૦ જેટલા વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ નિમિતે તેમના દીર્ધાયુ આયુષ્ય માટે લીમડા હનુમાન મંદિરે સર્વે ભાજપ કાર્યકરો આરતી ઉતારી અને હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી.