PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીમડીયાના સરપંચ અને ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તો અછતમાં નીકળેલ હતો આ રસ્તા ઉપરથી લીમડીયા મુખ્ય શાળાએ બાળકોને શાળા એ અવર-જવર માટેના ઉપયોગમાં આવતો હતો અને તે રોડ ને છ ઈસમોએ ભેગા મળી JCB અને ટ્રેકટર બોલાવી રોડ તોડી પાડી ખેડાણ કરી મકાઈનું બિયારણ નાખી સરકારી જહેર રસ્તાનું નાસ
કરેલ છે અને રસ્તા ના પુરાવા પણ નાબૂદ કરવાની કોશિશ કરેલ છે આમાં છ ઈસમો પયકી કલજી ફતા, મનહારમલા, લાલજોરજી, દલામોગજી, વીરા જોરજી, જેન્તી જોરજી દ્વારા નાઓએ મળી નાના સ્કૂલના ભૂલકાઓ અને ગ્રામજનો ના અવર જવરમાં મુશ્કેલીઓ ઉભી કરેલ છે અને તેઓ ઉપર પહેલા પણ પોલીસ ફરિયાદ થવા પામેલ છે પરંતુ તેની અવગણના કરી અમારુ શું બગાડી લીધું. અમો રાજ કારણ સાથે સંકળાયેલા છે તમો અમારું કશું કરી શકવાના
નથી અને હવે પછી રસ્તા પરથી પસાર થવાની કોશિશ કરશો તો કોઈ વ્યક્તિનું મરણ થઈ જશે તેવી ધમકી આપેલ હતી લીમડીયા ગ્રામજનોની અરજ સાથે મામલતદાર દ્વારા કાર્યવાહી થાય તે માટે આવેદનપત્ર આપવામા આવેલ છે.