PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરાના વડવાસ ગામમાં જેન્તીભાઈ ગણેશભાઈ ચમારની છોકરી તા.૧૩/૦૨/૨૦૧૮ ના રોજ થી ગુમ થઇ ગઇ જણાતા તેની તપાસ કરતા તેની લાશ પાસેના કુવામાંથી મળી આવેલ હતી.
વધુમાં જેન્તી કાળુ ચમારના લગ્ન અઢારેક વર્ષ અગાઉ કોકિલા સાથે થયેલા હતા. તેમાં દોઢ વર્ષ અગાઉ એની પત્ની ઉપર સંતરામપુર થી અવારનવાર ફોન આવતા હતા. જેથી તેને પૂછતાં અમારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો તકરાર ચાલતો હતો અને મારી પત્ની કોઈ ઈમરાનભાઈ સાથે જતી રહી હતી અને મારી ત્રણ છોકરીઓ પણ સાથે લઈને જતી રહી હતી. આ મૃત્યુ પામનાર મોટી છોકરી મનીષા અહીંયા હાઇસ્કુલમાં ધો.-૧૧ માં ભણતી હોય પરીક્ષા આપવા માટે આવેલી અને અને મને જોઈ જતા એ મારા સાથે આવીને મારી પાસે મારા ઘરે રહેતી હતી તા.૧૩/૦૨/૨૧૮ ના રોજ હું નોકરી ઉપર ગયેલો અને સાંજના આવી જોતા મનીષા ઘરે ન હતી આજુ બાજુમાં પૂછતા તેઓએ જણાવેલ કે અમોને ખબર નથી જેથી તેની શોધખોળ કરતા મળી આવેલ ન હતી અને આજ રોજ તા.૧૮/૦૨/૨૦૧૮ ના રોજ જાણવા મળેલ છે કે છોકરી તો પાસેના કુવામાં પડેલી છે અને મૃત્યુ પામેલ છે જેથી મેં બૂમાબૂમ કરતા મારા આજુબાજુના સગા-વ્હાલા આવી પહોંચેલા અને અમો તેની જાણ અને જાહેરાત ફતેપુરા પોલીસ સ્ટેશન કરવા ગયેલા કે મારી ૧૬ વર્ષની છોકરી તા.૧૩/૦૨/૨૦૧૮ થી તા.૧૮/૦૨/૨૦૧૮ દરમિયાન કયા કારણથી કૂવામાં પડી ગઈ છે તેની તપાસ કરવાના પુરાવા મારી જાહેરાતમાં લખાયા તેમાં તપાસમાં નીકળે એ વિગેરે છે આ બાબતની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.