PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ડુંગર ગામનો કલા ભુન્ડા ડીંડોર તારીખ:03/07/2017 ના રોજ ઘર સામાન ખરીદવા ફતેપુરા આવવા નીકળ્યો હતો તે દરમિયાન રસ્તામાં વડવાસ ગામે કોઈ અજાણ્યા માણસે હાથ ઊંચો કરી મને ઉભો રાખેલો અને જેવો હું ઉભો રહ્યો સાઈડના નીચે ગટરમાંથી બીજો માણસ દોડી આવેલો અને મને બાઈક પરથી ધક્કો મારી દેતા હું નીચે પડી ગયેલો અને મારો મોબાઈલ પણ પડી ગયેલો અને આ બન્ને જણા મારી મોટર સાઇકલ GJ-20 Q-6305 લઈ ફતેપુરા બજાર બાજુ જતા રહ્યા હતા. હું અને મારા ગામના બે જણાએ આખા ગામમાં બાઈકની તપાસ કરી પણ બાઈક ના મળતા અમો ત્રણે જણા ઘરે જતા રહ્યા હતાં, ત્યારબાદ મને લોક મોઢે વાત ઉપરથી જણવા મળેલ કે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં કોઈ એક વ્યક્તિને ચોરીની બાઈક સાથે પડેલો છે. તેથી પોલીસ સ્ટેશનમાં તપાસ કરવા જતાં મારી મોટરસાયકલ હતી અને આ ઇસમે જારી બાઈક ચોરેલી હોઈ મેં તેનું નામ પૂછતાં નિલેસ ધીરા ગરાસિયા લીમડીયા જણાવેલ અને મેં તે બાબતે પોલીસ ફરીયાદ આપેલી અને પોલીસ વધુ તપાસ ચલાવી અગાઉની કાર્યવાહી કરી રહી છે