દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ ચોપડે નોંધાયેલ ગુના કલમ ૩૫૪, ૧૧૪ પોક્સો એક્ટ કલમ 8,17 મુજબ સગીરા તેમજ તેના પિતા ચીમન કાનજી બરજોડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી સગીરા છોકરીની ઉંમર ૧૬ વર્ષ અને ત્રણ માસ છે અને તે ધો. – 12માં અભ્યાસ કરે છે. પોતાના ઘરેથી નાની છોકરી સાથે સાંજના સમયે પાછલા પ્લોટમાં રહેતા અતુલ સાહેબને ત્યાં ટ્યુશનેથી આવતી હતી તે દરમિયાન આરોપી વેગનઆર ગાડી GJ – 5 SCG – 4372 માં આવેલા અને સગીરાને કહ્યું કે રોડ ઉપર ઉભી રહે કહી ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ રાકેશે સગીરાના છાતીના ભાગે હાથ નાખી ટોપ પકડી ઈજ્જત લેવાના ઈરાદે જાતીય સતામણી કરતા સગીરાએ બૂમાબૂમ કરતા અને આજુબાજુના લોકો દોડી આવેલા તેઓને જોઈ ચાર આરોપી પૈકી બે આરોપીઓ પકડાઇ ગયેલા તેમાં ગૌરાંગ તેરસિંહ પારગી અને દિવ્યાંગ મનુ ગરવાળ વડવાસનાઓ પકડાઈ ગયેલા અને રાકેશ ભમાત અને ઈશ્વર ડામોર વેગનઆર ગાડી લઇ ભાગી ગયા હતા. આમ એકબીજાની મદદ કરી પકડાઈ ગયેલા છે અને બે આરોપીઓ નાસી છૂટેલ છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવતા નાસી ગયેલ બંને આરોપીઓ પણ પકડાઈ જાય તે માટે પોલીસ સ્ટેશનમાં સગાઓના ટોળા ઉમટી પડ્યા હતા.