દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુુકાના વાાંગડ ગામે જાલુભાઈ કલજીભાઈ પારગીને ત્યાં તેમનું સહ પરિવાર એકત્રિત થઈ કાલી ચૌદશ નિમિત્તે ગત તા.૧૩/૧૧/૨૦૧૯ ને બુધવારના રોજ રાત્રીના ભજન સંધ્યા અને ભોજન પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ભજન સંધ્યાનો કાર્યક્રમ મધ્યપ્રદેશના ધધુડકા મંદિરના મહંત 108 ડો. વિશ્રામ રામદાસ સાહેબના હસ્તે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં ભક્તજનોએ આ કાર્યક્રમમાં આવી લાભ લીધો હતો. કાર્યક્રમમાં સાંજના સમયે આનંદ આરતી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પારગીના વરદ્દ હસ્તે કરવામાં આવી હતી અને પરિવાર દ્વારા સૌએ આરતીનો લાભ લીધો હતો. આ આનંદ આરતીમાં ઘણા મોટા પ્રમાણમાં ભક્તો જોડાયા હતા અને મહંતોના આશીર્વાદ લીધા હતા.
ફતેપુરાના વાંગડમાં કાળી ચૌદશ નિમિતનો ગત રોજ ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
RELATED ARTICLES