દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સરસવા પુર્વમાં નવીન પંચમહાલ ડેરી સંચાલિત શીત કેન્દ્રનું ખાતમુહૂર્ત આજે તા.૨૮/૧૦/૨૦૨૧ ને ગુરુવારના રોજ વિધાન સભાના દંડક રમેશભાઈ કટારાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ શીત કેન્ન્દ્ર માં 30 હજાર લીટર દૂધની કેપેશીટી સાથે ₹. ૫.૮૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.