Wednesday, October 1, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની 150...

ફતેપુરાના સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની કરાઇ ઉજવણી

  • અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરતા આદિજાતિ સમાજ માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ છે : ધારાસભ્ય રમેશભાઈ કટારા
  • ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિજાતિના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે સરકાર સતત કામગીરી કરી રહી છે : ધારાસભ્ય રમેશભાઈ કટારા

દાહોદ જિલ્લામાં ફતેપુરા અને સંજેલી બન્ને તાલુકાનો કાર્યક્રમ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય પ્રફુલભાઈ ડામોરએ ભગવાન બિરસા મુંડા વિશે તેમજ તેની ઉજવણીના ઉદેશ્ય વિશે માહિતી આપી હતી. સાથે કહ્યું કે, છેવાડાના માનવીનો વિકાસ થાય તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ દ્વારા તમામ સુવિધાઓ ઉભી કરી દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કામગીરી કરી રહી છે.

વધુમાં કહ્યું હતુ કે, સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી આંગણવાડીથી લઈને શાળા, મેડિકલ કોલેજ, એન્જિનિયરીંગ કોલેજો સહિતની ઉચ્ચ અભ્યાસને લગતી કોલેજો શરૂ કરવામાં આવી છે. સાથે આદિજાતિ ના બાળકો સરળતાથી ભણી શકે તે માટે આદિજાતિ બાળકીઓને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે ઉચ્ચ સ્તર શિક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા ફ્રી શિપ કાર્ડ આપી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટે દાહોદ ખાતે આદિજાતિ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા આજની પેઢીને આદિવાસીની જીવનશૈલી તેની સંસ્કૃતિ વિશે જાણે તે તેનો ઉદેશ્ય છે.

ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ કહ્યું કે, ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરતા આદિજાતિ સમાજ માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ છે. આજે આપણે ભગવાન બિરસા મૂંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભેગા થયા છીએ. આદિજાતિ સમાજનો ઇતિહાસ ખૂબ જ ઉજળો અને ભવ્ય છે. આઝાદીની લડાઇમાં પણ આદિવાસી સમાજનું યોગદાન નોંધનીય છે. ભારતમાં આઝાદીની લડાઇમાં ભગવાન બિરસા મુંડાનું પ્રદાન ભુલી ના શકાય તેવું છે.

ગુજરાતમાં પણ ગોવિંદગુરુની આગેવાની હેઠળ ૧૫૦૦ જેટલા આદિવાસીઓ માનગઢ ખાતે અને ૧૨૦૦ જેટલા આદિજાતિઓ ગુજરાતના જલિયાંવાલા બાગ એવા પાલ દઢવાવ ખાતે શહિદ થયા હતા. તેની સ્મૃતિમાં વિરાંજલી વન બનાવાયું તથા માનગઢ ખાતે ગોવિંદગુરુ શહિદ વન બનાવવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૪-૨૫ થી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA) અંતર્ગત ભારત સરકારના ૧૭ મંત્રાલયો દ્વારા કન્વર્જન્સ મોડથી અમલમાં મુકાયેલા હસ્તક્ષેપોથી સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, આજીવિકા જેવા ક્ષેત્રોમાં સેચ્યુરેશન કરી આદિજાતિ વિસ્તારો અને સમુદાયો માટે ટકાઉ વિકાસ કરવાનો મુખ્ય હેતુ છે. જે અન્વયે ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લાઓના ૧૦૨ તાલુકા અને ૪,૨૬૫ ગામોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાના ધારા ધોરણો મુજબ લાભ આપવામાં આવે છે.

આદિજાતિ વિસ્તારોના ગામોના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજના અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા આદિજાતિના લોકોને સરળતાથી તમામ સવલતો મળી રહે તે માટે કામગીરી કરી રહી છે. વનબંધુ સહાય યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના દરેકને આવાસ, પશુપાલન, ખેતી, આરોગ્ય, શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે પીવાના પાણી તેમજ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા કડાણા ડેમ માંથી અને નર્મદા નદીમાંથી પાણી આપવામાં આવશે. આવનાર સમયમાં દરેક વિભાગમાંથી લોકોને વધુ ને વધુ લાભ મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડીડીઓ, ફતેપુરા તાલુકાના પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા શિક્ષણ અધિકારી, ફતેપુરા તાલુકાના વિવિધ વિભાગોના સંકલન અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો સહિત સમગ્ર વિસ્તારના આગેવાનો વડીલો, સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સભ્યો, ચેરમેનો, ICDS વિભાગના બહેનો, યુવાનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

1