NewsTok24 – Sabir Bhabhor – Fatepura
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને પગલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ચુંટણી ના ગણતરી ના કલાકો પહેલા દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના હિંગલા ગામે રહેતા ખેતાભાઈ હેંગાભાઈ કટારા એ આપેલ ફરીયાદ મા જણાવ્યુ હતુ કે ગત રાત્રી ના રોજ તેમના ઘરે રમણભાઈ હેમાભાઈ કટારા, બાબુભાઈ દીપાભાઈ આમલીયાર રહે.સાગડાપાડા તથા ફતેપુરા129 ધારાસભ્ય રમેશભાઈ કટારા,સવસીંગભાઈ પારસીંગભાઈ કટારા, એમ પાંચ જણાએ રાત્રી નાસમયે ઘરે આવી અમારી સામે કેમ ઉમેદવારી નોંધાવી છે તેમ કરીને હવામા ફાયરીંગ કરી મોટરસાયકલ ની તોડફોડ કરી હતી જે અંગે સુખસર પોલીસ સ્ટેશને ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
Version – રમેશ કટારા ધારાસભ્ય ફતેપુરા – જયારે ધારાસભ્ય રમેશભાઈ કટારા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમો રાત્રી ના સમયે અમારા ઘરે જ હતા અને અમારા ઘરે પોલીસ તપાસ કરવા પણ આવી હતી. અને અમારી બંદુક પણ ચુંટણી ના લીધે જમા કરાવેલ છે. રાજકીય અદાવત રાખી અમારી સામે ખોટી ફરીયાદ થઈ છે.