THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
Kદાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો માટેની ચુંટણીને લગતી તાલીમ આપવામાં આવેલ હતી. ફતેપુરા તાલુકામાં તાલુકા પંચાયતની ૨૮ બેઠકો અને ફતેપુરા તાલુકામાં સમાવેશ 6 જિલ્લા પંચાયત પંચાયતની આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીને હેમખેમ પાર પાડવા માટે વહીવટી તંત્ર સજાગ થઇ ચૂંટણીની કામગીરીમાં જોડાઈ ગયેલ છે.
આજે તા.૦૫/૦૨/૨૦૨૧ ને શુક્રવારના રોજ ફતેપુરાની આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલમાં 250 પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ 250 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોને ચૂંટણી લગતી કામગીરી માટેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલુકાના 197 ચૂંટણી બૂથો પર મતદાન યોજાનાર છે. આ ચૂંટણી કામગીરીની તાલીમ લેનારામાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ઉપરાંત મામલતદાર અને ચૂંટણી અધિકારી પી.એન. પરમાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ચૂંટણી અધિકારી પી. એસ. આમલીયાર, નાયબ મામલતદાર એન.આર. પારગી, નાયબ મામલતદાર ચૂંટણી વિપુલકુમાર ભરવાડ, મામલતદાર કચેરીના સ્ટાફ સભ્યો તથા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.