ફતેપુરા કોમલ વિદ્યાલય દ્વારા મોટીવેશનનો પ્રોગ્રામ હનુમાન ટેકરી કલાલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા
સુહાગભાઈ પંચાલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બાળકોને ખુબ સરસ રીતે પરીક્ષામાં વધુ માર્ક કઈ રીતે લાવી શકાય કેવી રીતે યાદ વધી શકે તેમજ વીડિયોના માધ્યમથી બાળકોને અવનવા પ્રશ્નો પૂછી સાચો જવાબ આપનારને અવનવી ગિફ્ટ આપી ખુશખુશાલ કરી બહુ જ સરસ રીતે પ્રેરણાત્મક પ્રવચન ઓડિયો વીડિયો દ્વારા આપવામાં આવ્યું હતું આમ બહુ સરસ રીતે પ્રોગ્રામ પાર પાડવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓએ અને વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો