દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા આજ રોજ એક પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. આ પગપાળા પ્રવાસના આયોજનમાં જાગૃતિ કન્યા વિદ્યાલયની કુલ ૫૩૦ બાલિકાઓએ પંચમુખી હનુમાન મંદિર અને નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા.
જાગૃતિ કન્યા વિદ્યાલયની બાલિકાઓ શાળાએથી પગપાળા પ્રવાસ માટે નીકળ્યા હતા. શાળાની બાલિકાઓએ પહેલા નિલકંઠેશ્વર મહાદેવ પહોંચી નિલકંઠેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી પંચમુખી હનુમાન મંદિરે લીમડા હનુમાનજીના દર્શન કરાવ્યા હતા. ત્યાંરબાદ આ બાલિકાઓ મનોરંજન માટે ગરબા તેમજ ઉત્સાહિત પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ફતેપુરા ડેપ્યુટી સરપંચ દ્વારા બાલિકાઓ માટે પીવાના પાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાંથી શાળાની બાલિકાઓ પરત વિદ્યાલયમાં પહોંચી ગયા હતા. શાળાની દરેક બાલિકાઓ આ પગપાળા પ્રવાસ બહુ જ ઉત્સાહથી અને ખુશખુશાલીથી પૂર્ણ કર્યો હતો.