PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુુરા ની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સર્વે શિક્ષક મિત્રો સ્ટાફ હાજર રહ્યા હતા. આ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ફતેપુરામાં મેન બજાર થી લઈ ઝાલોદ રોડ પાછલો પ્લોટ થી પૂરા ફતેપુરા નગરમાં બેનરો સાથે તેમજ સૂત્રોચાર સાથે પુરા નગરમાં ફર્યા હતા અને સ્કુલે જઈ અવનવા પ્રોગ્રામો કર્યા હતા. કબડ્ડી, ખો-ખો, મટકા ફોડ અને નવીન કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલના સ્ટાફ સાથે ખુશી અને ઉલ્લાસ ભરી વાતાવરણમાં આનંદ અનુભવ્યો હતો.