દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં તા.૦૯/૦૯/૨૦૨૧ ને ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, તેના ભાગરૂપે સ્વશાસન દિનની ઉજવણી પણ કરવામા આવી. શાળાનાં ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાનાં આચાર્ય તરીકે કુ. ભાગ્યશ્રી સી. પારગી એ કામગીરી નિભાવી હતી અને શિક્ષકો, કલાર્ક, પટાવાળા બનવામાં પણ વિદ્યાર્થીઓને ઉત્સાહથી ભાગ લીધો હતો. શાળાના આચાર્ય તેમજ સુપરવાઈઝર અને શિક્ષકોના સહયોગથી પ્રથમ, દ્વિતિય, તૃતિય એમ ત્રણ નંબર આપવામાં આવ્યાં હતા. આમ શિક્ષક દિનની ઉજવણી શાળાના આચાર્ય, શિક્ષકોએ અને વિદ્યાર્થીનીઓએ ધૂમધમ રીતે ઉજવી હતી.
ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES