દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં તા.૦૭/૦૭/૨૦૨૩ ને શુક્રવારના રોજ લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ સેક્રેટરી (G.S.) તરીકે ધોરણ 12 ની વિદ્યાર્થીની મકવાણા સીતાબેન 373 મત મેળવીને વિજેતા બન્યા હતા અને ધોરણ 10 ની વિદ્યાર્થીની ડામોર અનિતાબેન રાજુભાઈ 262 મત મેળવી ઉપ સેક્રેટરી (Wise G.S.) તરીકે વિજેતા બન્યા હતા.
શાળાની વિદ્યાર્થિનીઓએ શાળા પંચાયતની ચૂંટણી દ્વારા લોકશાહીની સમજ મેળવી હતી તેમજ મતદાન અધિકાર વિશે પણ વિશેષ સમજ મેળવી હતી. આમ જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ખુશીનો માહોલ છવાયો ગયો હતો. દરેક શિક્ષક મિત્રોએ ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કરી હતી.