સરકાર પાણી માટે ઘરે ઘરે પાણી માટેની નવી નવી યોજનાઓ શરૂ કરી લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કરી રહી છે ત્યારે અહીંયા ફતેપુરામાં પાંચ પાંચ દિવસ થયા પરંતુ ભાણાસીમલ જૂથનું પીવાનું પાણી આપવામાં આવતું નથી.
ફતેપુરામાં પાણી સ્ટોરેજ કરવા માટેનો પૂરતો સંબ પણ નથી જે પાણી સ્ટોરેજ કરવા માટે વાવડીની પાસે આવેલો કુવો તે કૂવામાં સ્ટોરેજ કરવામાં આવે છે પછી નાના સંબ નાખી પાણી આપવામાં આવે છે. વાવમાં આખા ગામનું ગંદુ પાણી ભૂગર્ભ ગટર યોજના થકી ઠલવાય છે અને તે વાવ કૂવાના પાસે હોઇ વાવનું ગંદું પાણી કૂવામાં આવે છે.
એવું જણાઈ રહ્યું છે કે ફતેપુરામા કોઈ રણીધણી જ નથી કે કોઇ જવાબદાર અધિકારી પણ નથી. વારંવાર રજુઆતો કરવી પડે છે, નાની નાની બાબતોમાં હાલ પાણી, દબાણ અને સ્વચ્છતાનો મોટામાં મોટો પ્રશ્ન ફતેપુરાના નડી રહ્યો છે. પાણીના ચાર ચાર પાંચ પાંચ દિવસ થાય ત્યાં સુધી નળ દ્વારા કેમ આપવામાં આવતાં નથી ? વહીવટીતંત્રને રજુઆત કરે ત્યારે જ તેમને સમજ પડે છે તેઓ પણ આંખ આડા કાન કરી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ બાબતે જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી ધ્યાન દોરે તેવી ફતેપુરા ગ્રામ્ય જનતાની લોકમાંગ ઉઠવા પામી છે.