પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ઝાલોદ થી ફતેપુરા આવતી ST બસમાં બલૈયા ચોકડી ઉપર અચાનક જ બસનું વાયરીંગ સળગી ઊઠ્યું હતું. કંઈક સળગે છે તેવો અહેસાસ થતાં ડ્રાઇવર એ સમય સૂચકતા દાખવીને બસને સાઈડમાં ઊભી રાખીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો
ત્યાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમજ બસનાં ડ્રાઇવર કંડકટરે બસનાં વાયરીંગમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે આગ લાગવાથી એક પણ મુસાફરને કોઈપણ પ્રકારની ઈજા થવા પામેલ ન હતી. પરંતુ આગ કેમ લાગી અને કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.