ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી, જેમાં વિજ્ઞાન મેળાનુ ઉદ્ઘાટન ઓમ શાંતિ માંથી પધારેલ આદરણીય નિતા દીદી દ્વારા કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રકારના પ્રયોગો પ્રસ્તુત કરવામાં આવ્યા, જેમાં ઓટોમેટિક બ્રિજ, હોલોગ્રામ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હાઇડ્રોલિક હેન્ડ, ગ્રીન હાઉસ, દિવસ અને રાત્રિ કાર્યકારી મોડેલ, પાણી શુદ્ધિકરણ, શ્વસનતંત્ર, જળ ચક્ર, જ્વાળામુખી, ગુરુત્વાકર્ષણ બળ, ઐર કૂલર, રાઈડ વર્કિંગ મોડેલ જેવા 100 જેટલા પ્રયોગોનો સમાવેશ થાય છે. વિજ્ઞાન મેળામાં વાલી મિત્રો તેમજ ફતેપુરાની આસપાસના ભાઈઓ બહેનો અને આગેવાનો હાજર રહ્યા હતા અને વિધાર્થીઓનો આભાર માની તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ શાળા પરિવારનો પણ આભાર માન્યો હતો વિજ્ઞાન મેળાનાં અંતે શાળા પરિવારે બધા જ વાલી મિત્રો તેમજ પધારેલ સર્વને આભાર વ્યક્ત કર્યો હતો.
ફતેપુરાની શ્રી હરિ પબ્લિક સ્કૂલમાં વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES