PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળવા આવી હતી. આ શોભાયાત્રામાં બાળકોથી લઇ વૃદ્ધો અને બહેનોએ પણ ભાગ લીધો હતો. અગ્રવાલ સમાજ દ્વારા ફતેપુરા બજારમાં ધંધો રોજગાર સ્વયંભુ બંધ પાડી અગ્રસેન મહારાજની શોભાયાત્રામાં બધા જોડાયા હતા અને આખા બજારમાં શોભાયાત્રાને ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ સમાજ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રાને લક્ષ્મીનારાયણ મંદિરે લઇ જઇ પૂર્ણ કરવામાં આવી હતી અને સમાજ દ્વારા સંસ્કારિક અને સારા વિચારો તેમજ સ્વચ્છતા વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી