દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં અગ્રસેનજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં નાના બાળકોથી લઈ વડીલોથી લઈ માતા બહેનો સર્વે લોકો ધંધા રોજગાર સ્વયંભૂ બંધ પાળી જોડાયા હતા. ફતેપુરા નગરમાં અગ્રસેનજી મહારાજને બગી ઉપર તેમની પ્રતિભા ધારણ કરી અને લક્ષ્મીજી સ્વરૂપે નાની બાળકીને વેશ ધારણ કરી બગી તેમજ બેન્ડવાજા સાથે આખા ફતેપુરા નગરમાં ફેરવવામાં આવ્યા હતા. અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેનજી મહારાજના વંશજ અગ્રવાલ સમાજ છે. જેથી અગ્રસેનજી મહારાજની વધુ મહત્વતા આપવામાં આવે છે અને તે દિવસે સર્વે સમાજ સાથે મળી ભક્તિભાવ તેમજ સર્વે આનંદ લઇ ભંડારો કરી પૂરો સમાજ એકઠા થઈ પ્રસાદ ગ્રહણ કરે છે અને લક્ષ્મી મંદિરે જઈ આ શોભાયાત્રા વિસર્જન કરે છે.