અગ્રસેન મહારાજનો જન્મોત્સવ અગ્રવાલ સમાજ દ્વારા આજે તા.૨૬/૦૯/૨૦૨૨ ને સોમવારના રોજ ધૂમધામથી ઉજવવામાં આવ્યો, આm અગ્રસેન મહારાજ વિશે વધુ જાણવા જઈએ તો તેઓ અગ્રવાલ સમાજના પિતામહ ગણાય. અને અગ્રસેન મહારાજ ભગવાન રામની ચોત્રીસમી પેઢીના સૂર્યવંશી ક્ષત્રિય રાજા મહારાજા વલ્લભસેનના સૌથી મોટા પુત્ર હતા, તેઓના રાજમાં રામ રાજ્ય ચાલતું હોય તેવો લોકોને અનુભવ થતો હતો. અગ્રસેન મહારાજ ભારત દેશમાં મોટાં પાયે વ્યાપાર કરતી અગ્રવાલ સમાજના કુળપિતા માનવામાં આવે છે. અગ્રસેન મહારાજે અગ્રોહા ધામની સ્થાપના કરી હતી ત્યાં તેમણે તેમના કુળદેવી લક્ષ્મી માતાનું ખૂબજ સુંદર મંદિર બનાવેલ છે જે અગ્રવાલ સમાજ માટે શક્તિપીઠ ગણાય છે.
આજે સોમવારના દિવસે અગ્રવાલ સમાજના વડીલો બાળકો બહેનો વિગેરે ભેગા મળી બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી, ત્યાર બાદ સમાજના સર્વે દ્વારા અગ્રસેન મહારાજના રથને ફતેપુરા નગરના વિવિધ માર્ગો પર ફરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સમાજ દ્વારા દરેક ભક્તો માટે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વડીલો, બહેનો અને બાળકોએ પ્રસાદ લઈ છુંટા પડ્યા હતા.