PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુુકાના મુખ્ય મથક ફતેપુરામા હોળી ચકલા વિસ્તારમાં સુંદરકાંડ રાખવામાં આવેલ હતું. આ સુંદરકાંડ અશ્વિનભાઈ પાઠક દ્વારા કરવામાં આવેલ હતું. તેમાં સર્વે નગરજનો ભાગ લીધો હતો આવી કડકડતી ઠંડીમાં પણ લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે સારા પ્રમાણમાં ભાઈઓ તેમજ બહેનો ભાગ લીધો હતો. સુંદરકાંડ શરૂ કરતા પહેલા અશ્વિનભાઈ પાઠક દ્વારા ધાર્મિક પ્રવચન કરવામાં આવ્યું હતું તેનોો નગરજનોએ લાભ લીધો હતો. સુંદરકાંડના આગેવાનો દ્વારા આવેલ તમામ નગરજનો માટે ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકો દ્વારા ટેન્ટ બાંધી સારી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આમ સુંદરકાંડના ભવ્ય આયોજનથી ફતેપુરાા નગરમાં ભક્તિમય વાતાવરણ થઇ ગયું હતું.