THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
તા.૨૪/૦૩/૨૦૨૫ ને સોમવાર ના રોજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર ડી પહાડીયા તેમજ ઈનચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સતિષ વસૈયાના માગૅદશૅન હેઠળ ફતેપુરા તાલુકામાં ટીબી સુપરવાઈઝરના સાથે મળી આરોગ્ય સ્ટાફ તમામ CHO, MPHW, FHW તેમજ આશા બહેનો સાથે “વિશ્વ ક્ષય દિવસ” નિમિતે “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત ફતેપુરા ગામ ખાતે બજારમાં ટીબીના રોગો અંગે લોકોને માહિતગાર કરી સમજણ માઇક દ્વારા આપી સમજાવવામાં આવ્યા હતા કે ટીબીનો રોગ મટી શકે છે અને તે અંગે કોઈ ગભરાવાની જરૂર નથી તેમ પ્રચાર સાથે રેલી કાઢવામાં આવી તથા પત્રિકા વિતરણ કરી ટીબી રોગ અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો હતો.