NewsTok24 – Sabir Bhabhor – Fatepura
ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે માત્ર એક જ બેન્ક ઓફ બરોડા નુ એ.ટી.એમ મશીન આવેલુ છે તે પણ અવાર નવાર બંધ થઈ જતુ હોવા થી ગામડાઓમા થી ખરીદી માટે આવતા લોકો તેમજ વેપારી વર્ગ ને ખુબ હાલાકી ભોગવવી પડે છે. આ અંગે બેન્ક ને જાણ કરવા છતા પણ ધ્યાન આપવામા આવતુ નથી. અનેક રજુઆતો ચાત આ સરકારી બાબુઓ આ બાબતે ધ્યાન કેમ નથી આપતા. તેની પાછળ નું કારણ શું?
એક તરફ આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતા માટે બેંકો ને ગ્રામીણ વિસ્તારોમાં ભાર મુકવાનું કેહતા હોય અને ડીજીટલ ઇન્ડિયા ને પ્રમોટ કરતા હોય તો પછી આ બેંકો નાં અધિકારીયો અખાડા શું કરવા કરતા હશે ? ATM મશિનો બંધ રેહતા તહેવારે દિવસે લોકો ને જે ગામડેથી આવી અને પાછા જેવું પડે છે અને ડબલ ભાડું અને પેટ્રોલ નો ખર્ચ કરવો પડે છે તેના માટે જવાબદાર અધિકારીયો સામે પગલાં લેવાય અને તેમના પગારમાંથી લોકો ને થતી આ નુકશાની ચુકવવામાં આવે તેવી માંગ ફતેપુરા ના લોકો માં ઉઠવા પામી છે.