મહિલાઓ દ્વારા શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.
ફતેપુરામાં મથકે કલાલ સમાજ દ્વારા 31 ઓકટોમ્બર ના રોજ કુલદેવતા ભગવાન સહસ્ત્ર બાહુ ભુજ અર્જુનની જન્મ જયંતિને લઇને ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. ફતેપુરાના અંબાજી મંદિરેથી શરુ થયેલ શોભાયાત્રા બેન્ડવાજા સાથે પુરા નગરમાં કાઢવામા આવી હતી. શોભાયાત્રામા મહિલાઓ સહિત યુવાધને નાચગાન સાથે ગરબાની રમઝટ મચાવી હતી. યાત્રામા ભગવાન સહસ્ત્ર બાહુભુજ અર્જુન કી જય ના નારાઓ પણ પોકારવામાં આવ્યા હતા.
આ શોભાયાત્રા આકર્ષણનુ કેન્દ્ર બની હતી. એક સમય માટે ભકિતમય માહોલ જોવા મળ્યો હતો. અંબાજી મંદિરેથી શરુ થયેલ શોભાયાત્રાનુ ફરી અંબાજી મંદિરે આરતી ઉતારી પૂણૉહુતિ કરવામા આવી હતી. સમાજના લોકો દ્વારા ભોજન પ્રસાદીનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.