PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના વરદ્દહસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાની લોકાર્પણ વિધિ તથા વલઈ નદી પુલનું લોકાર્પણ અને મામલતદાર એ. ડી ફેરા સાહેબનો વિદાય સમાંરભ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં જસવતસિંહ ભાભોર, જે.પી.પટેલ, શંકરભાઈ આમલિયાર, ધારાસભ્યશ્રી, પ્રફુલભાઈ ડામોર, મામલતદારશ્રી, ટી.ડી.ઓ.શ્રી, તાલુકા પંચાયત કર્મચારી, સરપંચશ્રીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
ફતેપુરામાં પોલીસ લાઇન વાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાં બનાવવામાં આવી હતી અને આજે તેનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. છાંલોર રોડ ઉપર આવેલ વલઇ નદી પર બનાવેલ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તથા મામલતદારશ્રીની વય મર્યાદા પુરી થઇ જતા તેઓની વિદાયનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.