PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં કેવડા ત્રીજના તહેવાર નિમિત્તે મહિલાઓ દ્વારા વ્રતની ઉજવણી અને વ્રત કરવામાં આવ્યું હતું તેમાં મહિલાઓએ લાલ વસ્ત્ર ધારણ કરી માટીમાંથી શંકર પાર્વતી ની પ્રતિમા બનાવી અને તેમાં બિલિપત્ર તેમજ શંકર પાર્વતી ભગવાનને પ્રસન્ન કરવા અવનવા શોભાયમાન શૃંગાર કરવામાં આવ્યા હતા એમજ ચાંદીની અને સોનાની પ્રતિમાઓ પણ ભગવાનને ચઢાવવામાં આવી હતી. કેવડા ત્રીજના આ સમગ્ર દિવસે મહિલાઓ દ્વારા નકોરડા ઉપવાસ કરવામાં આવે છે અને મંદિરોમાં બહુ જ ભીડમાં પાંચ કલાક સુધી બેસી વ્રત કરે છે અને ભગવાનને રીઝવે છે સાથે સાથે પોતાના જીવન અને પરિવારની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.
ફતેપુરામાં કેવડા ત્રીજ નિમિત્તે મહિલાઓ દ્વારા કેવડા ત્રીજના વ્રતની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES