દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે, તેમ કરી તેના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદ ડો. પ્રભાબેન તાવિયાડ, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદ નીનામા, ફતેપુરા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર, જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા તેમજ કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.
વધુમાં “સરકાર હમ સે ડરતે હૈ પોલીસ કો આગે કરતી હૈ યે નિકમ્મિ સરકાર નહીં ચલેગી નહીં ચલેગી”, “ખેડૂત બચાવો ખેતી બચાવો” હાય રે ભાજપ હાય હાય… કાળા કાયદા રદ કરો જેવા અનેક સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કાર્યકરો દ્વારા પેટ્રોલ પંપ આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં કોઈ અનિશ્ચિત ઘટના ઘટે તે માટે P.S.I. સી .બી .બરંડા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.