ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને કાઉન્ટ ડાઉન શરૂ. દરેક પાર્ટીએ પોત પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધેલ અને યેન કેન પ્રકારે પોતાની પાર્ટીનું વર્ચસ્વ જમાવવા માટે તથા પોતાનુ સ્થાન મજબૂત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારમાં આજે તા.૨૬/૦૯/૨૦૨૨ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાઓ ઉમટી પડ્યા હતા. કોંગ્રેસ દ્વારા ઉમરગામ થી અંબાજી સુધી યુવા પરિવર્તન યાત્રા કાઢવાના હોય ત્યારે આ યાત્રા ફતેપુરામાંથી પણ પસાર થતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ફતેપુરા પોલીસ પણ તેની ફરજ બજાવી હતી કોંગ્રેસનું કામ બોલે છે તેવા સ્લોગન, સૂત્રોચાર સાથે કોંગ્રેસના કામકાજનું વર્ણન કરવામાં આવ્યું હતું ત્યારે ફતેપુરા નગરના વિવિધ વિસ્તારમાંથી આ યાત્રા પસાર થઈ હતી.