દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ત્રણ રસ્તા ઉપર વધુ એક પોઝિટિવ કેસ આવતા સરકારી નવી ગાઇડલાઇન મુજબ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન મુજબ દર્દીના ઘર ની બહાર જ પતરા ઠોકી સીલ કરવામાં આવ્યું હતું.
વધુ માહિતી મુજબ આ અગાઉ પાછલા પ્લોટમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયો હતો તે વખતે તંત્ર દ્વારા અધિકારીઓએ જાતે રસ લઈ સાથે રહી અને આખા પાછલા પ્લોટને પતરા મરાવી બિલાડી પણ ના પસાર થાય તેવી રીતે સીલ કરાવવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં પાછલા પ્લોટના રહીશો દ્વારા પણ બહુ જ મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને તે માટે ઉચ્ચ અધિકારીઓને પણ ટેલિફોનથી જણાવવામાં આવેલ હતું. અધિકારીનો જવાબ પણ મળેલ છે આમાં કોઈ પોલીસની કામગીરી નથી અને તે માટે કોઈ બબાલ કે વિક્ષેપના પડે તે માટે હાજર રહેવાનું હોય છે એવું જણાવેલ હતું તે છતાં લોકલ અધિકારી દ્વારા કોઈ સુનાવણી કરવામાં આવી ન હતી અને પતરા ઠોકવાની કામગીરી ચાલુ રાખી હતી. આ બાબતે અધિકારીઓએ રસ કેમ લીધો એક ચર્ચાનો વિષય થઈ રહેલ છે. કોઈની વાતમાં આવી સત્તાના મદમાં આવેલ અધિકારીએ આશરે આ ૪૦૦ મીટરનો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં કેમ રસ લીધો અને તે પણ રાત્રીના ૧૧:૦૦ થી ૧૧:૩૦ નો સમય થઈ ગયો હતો આ બાબતે મેડિકલ ટીમને પણ જાણ કરતાં જવાબદાર અધિકારી એ પણ મૌન સેવ્યું હતું અને પછી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત પણ કરી હતી પછી લોકો વધુ ઊંચકાયા હતા અને બીજો હોળી ચકલા ઉપર એ કન્ટેન્મેન્ટ ઝોન બનાવી ને પતરા મરેલા છે તેમાં અવરજવર માટે રસ્તાઓ પણ મુકેલ હતો તો તેને પણ શીલ કરાવી દો એવી ગ્રામજનોની રજુઆત થતાં એક સાઈડના પાછલા પ્લોટના પતરા ખુલ્લા રખાવ્યા હતા અને બીજા દિવસે 10 થી 15 ઘર વચ્ચેનો કન્ટેન્મેન્ટ ઝોન રાખીને પતરા મરાવ્યાં હતા. આવા પ્રજાના મિત્ર એવા જવાબદાર અધિકારી દ્વારા ખોટા લોકોની વાતોમાં ન આવી નિર્ણય જાતે લેવો જોઇએ તેવી લોક લાગણીઓ સેવાઈ રહી છે.