દાહોદ ખેતીવાડી વિભાગ અને વડોદરાની સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં ખેતીવાડી વિભાગ દાહોદ અને વડોદરા મદદનીશ ખેતી નિયામક દ્વારા ફતેપુરામાં એગ્રો સેન્ટરો ઉપર રેડ કરવામાં આવી હતી. ફતેપુરામાં પાંચ એગ્રો સંચાલકોને નોટીસ પાઠવવામાં આવી હતી.
વધુ વિગતમાં એગ્રો સંચાલકો દ્વારા એક્સપાયરી ડેટ બિયારણ મકાઇ, શાકભાજી વિગેરેનું મળી આવેલ હતું. તેમાં ત્રણ વેપારીને ત્યાં અને ત્રણ એગ્રો સંચાલકોને ત્યાંથી એક સો ચુંમાલીસ કિલો ગવાર, શાકભાજી, મકાઈ વિગેરેનું બિયારણ મળી આવેલ હતું અને તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમાં કુલ અનાજની કિંમત તેત્રીસ હજાર ત્રણસો પાંસઠ રૃપિયા ની હતી અને પાંચ એગ્રો સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. ફતેપુરામાં હલકી ગુણવત્તાવાળુ બિયારણ પણ વેચવામાં આવે છે. તેની પણ ખરેખર તપાસ થાય તે જરૃરી જણાઈ રહી છે ખેડૂત વર્ગ બિયારણની ખરીદી કરે તો અવશ્ય તપાસ કરી અને ખરીદી કરવી જરુરી જણાય રહી છે. બિયારણ સારી ગુણવત્તાવાળું છે કે એક્સપાયરી ડેટ છે કે કેમ તેની તપાસ કરી અને બિયારણ ખરીદવું જોઈએ. જેથી કરી અને બિયારણના પૈસા માથે ના પડે અને સમય અને પૈસાની બરબાદી ન થાય.