PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ખેતીવાડી બઝાર સમિતિ સંચાલિત માર્કેટયાર્ડની દુકાનો ચાલુ કરાવવા સામ્યવાદી પક્ષ દ્વારા વિરોધ કરી તાળા બંદી કાર્યક્રમ માટે મામલતદાર અને પોલીસ ઇન્સપેક્ટરને લેખિતમાં જાણ. ભારતના સામ્યવાદી પક્ષ દ્વારા ફતેપુરા ખેતીવાડી બઝાર ઉતપન્ન સમિતિ સંચાલિત માર્કેટયાર્ડમાં વેપારીઓ દુકાનો ખોલતા નથી તેથી ખેડૂતોને બહાર બઝારમાં ખેત પેદાશનું અનાજ બહાર બઝારમાં વેચવું પડે છે અને આદિવાસી ખેડૂતોને ભાવ તાલમાં ઠગ઼ાવવાનો વારો આવે છે જેથી માર્કેટયાર્ડ ચાલુ કરાવવા તાલુકા મામલતદાર અને ફતેપુરા પી.આઈ. સમક્ષ તેમજ સરકારમાં રજુઆત કરવા છતાં દુકાનો ચાલુ કરતા નથી, જેથી તેની સામે વિરોધ પ્રદર્શન કરવા તારીખ 18/2/17 ને શનિવારે પક્ષ તરફથી બપોરે 12 વાગ્યે તાળાબંદી નો કાર્યક્રમ જાહેર કરેલ છે. ઉપરોકત બાબતે મામલતદાર તથા પોલીસ મથકે, સી.પી.એમ સમિતિના મંત્રી સિંગજીભાઈ કટારા તથા તેમની લડત સમિતિના સભ્યો દ્વારા લેખિત આવેદન આપ્યું હતું