THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં દિન-પ્રતિદિન સરકારી જમીનોમાં દબાણ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને આ ગેરકાયદેસર દબાણ કરવાનું દિવસે દિવસે વધુ વેગ પકડતું જાય છે, ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયત આ સરકારી જમીનો અને મિલકતો જાળવવા અને દબાળો દૂર કરવામાં નિષ્ફળ ગયેલ છે. તે દબાણો દૂર થાય અને તેની ન્યાયિક તપાસ થાય તે માટે ફતેપુરા નગરના રહીશો અને આગેવાનો દ્વારા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય લાગતા વળગતા તંત્રના મંત્રી સુધી આ આવેદનપત્ર પહોંચાડી દબાણો દૂર થાય અને ફરી દબાણો ન થાય તે માટે આવેદન પત્ર આપેલ છે. આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય જમીન મહેસુલ મંત્રી, ગુજરાત રાજ્ય પંચાયત મંત્રી, દાહોદ જિલ્લા કલેકટર, દાહોદ જિલ્લા પંચાયત અધિકારી, પ્રાંત અધિકારી – ઝાલોદ અને મીડિયાને મોકલી આપેલ છે. અને ફતેપુરા નગરમાં થયેલા દબાણોની વિગતવાર નોંધ દર્શાવી આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે. આ બાબતો વારંવાર સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં અને ન્યૂઝમાં પણ આવી ગયેલ છે. પરંતુ મોટા ગજાના પૈસાપાત્ર કરોડપતિઓ અને મોટી લાંબી લાગવગ વાળા ઈસમો દ્વારા બેફામ બનીને મેરા ટીપણું કરી દબાણ કરવામાં આવેલ છે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ખોટી રીતે થયેલા દબાણો અને બાંધકામો દૂર કરવામાં આવે એવી કાર્યવાહીના ભાગરૂપે મહંમદ ઈદ્રીશભાઈ શેખ, દિલીપ પરસોત્તમભાઈ પ્રજાપતિ, યકીનકુમાર અશ્વિનભાઈ દેસાઇ તેમજ ફતેપુરા નગરમાં અન્ય રહીશો દ્વારા આવેદનપત્ર મામલતદારને આપેલ છે.
આ ગેરકાયદેસરના દબાણ દૂર કરી જવાબ આપવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને બે દિવસ પહેલા નોટિસ પણ બનાવવામાં આવેલ છે.