દાહોદ જિલ્લાના ફતેપુરામાં ગ્રામ પંચાયત દ્વારા કરાવાતા હોય કે પ્રાઇવેટ બોરિંગની ગાડીઓ વાળા ખુલ્લેઆમ બોરિંગ કરતા નીકળતા ડસ્ટથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં હાલ ગ્રામ પંચાયત દ્વારા બોર કરાવવવામાં આવી રહ્યા છે અને તે રાત્રી દરમ્યાન કરવામાં આવે છે જેથી તેનો અવાજ એટલો બધો આવે છે કે લોકો રાત્રિ દરમ્યાન ઉંઘી પણ શકતા નથી. વધુમાં બોરીગની ગાડીયો વાળા બોર કરે છે તો તેઓ બોર કરવા દરમ્યાન બોરિંગ માંથી નીકળતો ડસ્ટ બહાર ઉડે છે અને લોકોના મકાનો, દુકાનો, ઓફિસોમાં એટલી હદ સુધી ભરાઈ જાય છે કે ગમે તેને ગમે તેટલો સાફ કરો પરંતુ તે સાફ થતો નથી. મોટી ઉંમરના વડીલો કે બ્લોકેજની સમસ્યાઓ વાળાઓને શ્વાસ લેવામાં બહુ મોટી મુશ્કેલીઓ થઈ શકે તો ક્યારેક કોઈના રામનામ સત્ય થઈ જાય તે કહી શકાય નહી. આ રીતે બહુ જ ડસ્ટ ઉડતા પ્રજાજનો બહુ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે બોરિંગવાળા કોઈપણ જાતની તકેદારી કે ડસ્ટ ના ઉડે એવી વ્યવસ્થા કરતા નથી.
તાલુકા વહીવટી તંત્રને જાણ કરવા છતાં આ બાબતો ઉપર કોઈપણ જાતનું એક્શન લેવામાં આવતું નથી અને રામરાજ્ય અને પ્રજા સુખી એવું લાગી રહ્યું છે. આ બાબતમાં જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન દોરે અને ડસ્ટ અને પ્રદુષણ રોકાય તેવી ફતેપુરા ગ્રામજનોની માંગ છે.