દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બજારથી લઈને ઘુઘસ રોડ સુધીના બનાવોમાં ચોર લોકોએ છ જગ્યાએ તાળા તોડયા હતા.
ઝાલોદ રોડ ગ્રામ પંચાયતની સામે આવેલ ત્રણ દુકાનો તેમાં અબ્દુલકયુમ અબ્દુલસત્તાર ભાભોરને ત્યાં દુકાનની શટર તોડી દુકાનમાં કાઉન્ટરનો ગલ્લો તોડી ₹.૧૦,૦૦૦/- જેવી રકમની ચોરી કરી, નરેશ વિઠ્ઠલ કલાલને ત્યાં શટર તોડી અંદાજે રૂપિયા એક લાખ પંચોતેર હજાર બચતના ગલ્લામાંથી કાઢી લઈ ગયા હતા અને બધું વેરવિખેર કરી ગયા હતા તેઓની દુકાનની બાજુમાં મોઇજભાઈની દુકાને નકુચો તોડી નાખ્યો હતો પણ કશું ના જણાતા ત્યાં કશું મળ્યું નથી અને ઘુઘસ રોડ ઉપર રહેતા નાનજીને ત્યાં નકુચો તોડીને દરવાજો ખોલી નાખ્યો અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું તેઓની પાસે લખાભાઇ નાનજીભાઈ ભાભોરને ત્યાં પણ દરવાજાનો નકુચો તોડી અંદર ભરાઈ ગયેલા અને આ બંનેના ઘરોને તાળા મારેલાને ઘરમાં કોઈપણ હાજર ન હતા ત્યારે આ ચોર લોકો તિજોરી તોડી નાખી બધા કપડાં તથા વસ્તુઓ વેરવિખેર હાલતમા કરીને જતા રહ્યા હતા અને જ્યારે મકાન માલિક ગામડેથી આવતાં તેઓએ જણાવેલ કે મારે ત્યાંથી ચાંદીના દાગીના મળી ચાર લાખ જેટલી રકમની ચોરી થઈ છે તેવો હોબાળો મચાવી મૂક્યો હતો. તેઓની આગળ મોહન વારજી ને ત્યાં પણ બંધ મકાનમાં દરવાજાનો નકુચો તોડી નાખી અંદર પ્રવેશી શોધખોળ કરી તેમજ રોકડ લઈ ગયા તેવી જાણકારીઓ મળી આવે છે આવી રીતે ફતેપુરામાં એક સાથે છ જગ્યાએ ચોરી થતાં ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે પોલીસ તપાસ કરી વધુ કાર્યવાહી કરે છે અને ગુનો નોંધી ઈપીકો કલમ 457, 380 મુજબનો ગુનો નોંધેલ છે વધુમાં ચોર લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો જણાઇ આવેલ છે જેના આધારે પણ ચોરનાર વ્યક્તિ વીડિયોમાં જોવાઈ રહી છે જે પકડાઇ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે તેવી લોક ચર્ચાઓ થઇ રહેલ છે