દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વ યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન માજી સાંસદ શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને ડો. પ્રભાબેન તાવિયાડ દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિન નિમિત્તે વિદ્યાર્થીનીઓમાં ઉમંગ અને ઉત્સાહ જણાઇ રહ્યો હતો. આમ આ ઉત્સવ રંગેચંગે ઉઅજાવીને પૂરો કરવામાં આવ્યો હતો.
ફતેપુરામાં જાગૃતિ કન્યા વિદ્યાલયના પટાંગણમાં ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો
RELATED ARTICLES