દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ ઉત્સવ આજે મનાવવામાં આવ્યો હતો. તેમાં જૈન સમુદાયના વડીલો, બહેનો અને બાળકો જોડાયા હતા. જૈન સમાજના પર્યુસણ પર્વ નિમીત્તે આ પર્વ મનાવવામાં આવે છે. તેમાં આઠ દિવસ સુધી ઉપવાસ રાખી પર્યુસણ પર્વ મનાવવામાં આવે છે. અને પાંચમા દિવસે ભગવાનનો જન્મ કલ્યાણ મનાવવામાં આવે છે. તેમાં ભગવાનનું પારણાની બોલી બોલાય છે અને જે પણ ઊંચી બોલી બોલે તેઓને ત્યાં ભગવાનનું પારણું લઇ જવામાં આવે છે અને રાત્રિ દરમિયાન ભગવાનની અગતા સ્વાગતા તેમ જ ઝાંખીઓ કરી ભગવાનની ભક્તિ કરવામાં આવે છે. જૈન સમાજ દ્વારા આ એક અનેરો અવસર હોઈ જૈન સમાજ સર્વે જોડાઈ અને લાભ લે છે અને આઠ દિવસ પછી મિચ્છામી દુકડમ કાર્યક્રમ રાખવામાં આવે છે તેમાં વડીલોથી લઈ દરેક ભાઈઓ-બહેનો મિચ્છામી દુકડમ કરી આશીર્વાદ લઇ માફી માગવામાં આવે છે.