
![]()
PRAVIN KALAL – FATEPURA
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના જૂના બસ સ્ટેશન થી માંડી મેઈન બજાર ઝાલોદ રોડ સુધી ટ્રાફિકની બહુ જ સમસ્યા આવી રહી છે. આના કારણે PSI જુડાલ દ્વારા IPC કલમ ૨૮૩ મુજબ ગાડી ઓ ડિટેઈન કરતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી અને જેથી પોલીસ દ્વારા વેપારીઓએ મંગાવેલ માલ સામાનનો અને ખાતરની દુકાનોવાળા અને હાથલારીઓવાળા જેમ ફાવે તેમ વાહનો ઉભા કરી ટ્રાફિક સમસ્યા વધુ કરે છે અને રોડની સાઈડમાં વેપારીઓ દ્વારા બાઇકો ઉભી કરી દેવામાં આવે છે જેથી રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે અને સામસામે વિહીકલ આવતા ટ્રાફિકની સમસ્યા કલાકો સુધી નિકાલ થતો નથી આના અનુસંધાનમાં PSI જુડાલ દ્વારા વેપારીઓને પોલીસ મથકે બોલાવી શાંતિપૂર્ણ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા કે પોલીસને સપોર્ટ કરો અને ટ્રાફિક સમસ્યાનો હલ કરો અને ભારી વાહનો સાંજના સમયે ખાલી કરવાનો આગ્રહ રાખો અથવા ગોડાઉન રાખી ગોડાઉનમાં ઉતારી નાના વાહનો દ્વારા બજારમાં લાવવાનો આગ્રહ રાખો એવી રજૂઆતો PSI જુડાલ દ્વારા કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ટ્રાફિક સમસ્યા માટે મૂકવામાં આવેલ બ્રિગેડરો ટ્રાફિકના હલ માટે બરાબર ફરજ બજાવતા નથી અને આજુબાજુની દુકાનોમાં બેસી સમય પસાર કરે છે અને ટ્રાફિક વકરે છે તેવુ ગ્રામજનો દ્વારા સાંભળવા મળેલ છે.


