દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ડબગર સમાજ દ્વારા દશામાતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડબગર સમાજે બજારની અંદર દુકાનો ધંધા સ્વયંભૂ બંધ પાળી નાના બાળકોથી લઈ વડીલો તેમજ સર્વે ઘરના ભાઈઓ બહેનો માતાઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા આખા નગરમાં વાજતેગાજતે ફટાકડા ફોડી DJ ના નાદ સાથે ઝુમતાં નાચતા પુરા ફતેપુરા નગરમાં ફેરવવામાં આવી હતી અને દશામાતાના મંદિરે જઈ વિસર્જન કરવામાં આવ્યું હતું. સૌ ડબગર સમાજમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.