PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં દાહોદ જિલ્લા કલેકટર, દાહોદ જિલ્લા પોલીસ વડા, પોલીસ સ્ટાફ અને બી.એસ.એફ.ના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીની ફુલ તૈયારીઓમાં સરકારી અને વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે અમુક જગ્યાઓ ઉપર ચૂંટણી સમયે કોઈને કોઈ નાના મોટા છમકલા થતા હોય છે તેને લઇ જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, B.S.F. ના જવાનો, ફતેપુરા P.S.I. દેસાઈ અને સ્ટાફ ના માણસો સાથે રાખીને ફતેપુરા નગરમાં ફલેગમાર્ચ રાખવામાં આવ્યો હતો. અને આખા ફતેપુરા નગરમાં અધિકારીઓ સાથે ફર્યા હતા.
રાજસ્થાન બોર્ડરો ઉપર પણ અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી વધુમાં ફ્લેગમાર્ચ દરમિયાન કલેકટર વિજય ખરડી એ ફતેપુરા બસ સ્ટેન્ડ બહારના રોડની પરિસ્થિતિ થી વાકેફ થતા કલેકટરએ જે તે અધિકારીને તેના માટે અર્જન્ટ કામગીરીની ફટકાર આપી હતી તેમજ બજારમાં પણ અમુક જગ્યા ઉપર ગંદકી જણાતા તે વિશે પણ લાલ આંખ કરી હતી. આ બાબતે કલેકટર વિજય ખરાડીની કામગીરી બિરદાવવા લાયક જણાઈ આવી હતી.