PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ગ્રામજનો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. ભાગવત સપ્તાહ કથાનું રસપાન શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કૃષ્ણદાસજી મહારાજના શિષ્યા રાધિકા દીદી દ્વારા કરવામાં આવશે. ભાગવત સપ્તાહ ભુરીબા પાર્ટી પ્લોટ ઘુઘસ રોડ ઉપર રાખવામાં આવ્યું તા.૦૬/૦૧/૨૦૧૯ રવિવારના રોજથી કથા પ્રારંભ કરવામાં આવશે તા.૦૭/૦૧/૧૯ ના દિવસે ધ્રુવ ચરિત્ર, તા.૦૮/૦૧/૧૯ ના રોજ વામન અવતાર, શ્રી રામ જન્મ તા.૦૯/૦૧/૧૯ ના રોજ શ્રી કૃષ્ણ જન્મ, ૧૦/૦૧/૧૯ ના રોજ, ગોવર્ધન પૂજા તા.૧૧/૦૧/૧૯ ના રોજ, મહારાસ – ૧૨/૦૧/૧૯, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, તા.૧૩/૦૧/૧૯ ના રોજ પૂર્ણાહુતિ અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વે ભક્તજનોએ આ દિવ્ય ભક્તિરસનો પાન કરવા ફતેપુરા પધારવા સર્વે ભક્તોને સાથે લઈ આમંત્રિત ગ્રામજનોની પ્રાર્થના છે.